સેલવાસની પરિણીતાનો દમણગંગા બ્રિજ પરથી નદીમાં ઝંપલાવી આપઘાતનો પ્રયાસ

Share with:


બાઇક પરથી પસાર થતા યુવકે જોતા જ નદીમાં ઝંપલાવી ડૂબતા બચાવી લીધી

સેલવાસના પ્રમુખ વિહાર સોસાયટીમાં રહેતી પરિણીતા સુરેખા સાહેબ રાવ મૂળ રહેવાસી ધુલીયા મહારાષ્ટ્ર જે સાંજે ચાર વાગ્યાના સુમારે દમણગંગા નદી બ્રીજ પરથી નદીમાં કુદી પડી હતી અને ડૂંબવા લાગી હતી. તે સમયે પૂરણ શુક્લા નામનો યુવાન બાઈક પર પસાર થઇ રહ્યો હતો તેણે મહિલાને ડૂબતી જોતા તાત્કાલિક બ્રિજની નીચે ઉતરી નદીમાં કુદી મહિલાને બચાવી નદી કિનારે લઇ આવ્યો હતો.
આ ઘટનાની જાણ થતા પોલીસની ટીમ પહોચી ગઇ હતી અને 108એમ્બ્યુલન્સને બોલાવી મહિલાને સારવાર માટે વિનોબાભાવે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. પોલીસે સુરેખાના પતિ સાહેબ રાવને જાણ કરતાએ નોકરી પર હતો ત્યાંથી તાત્કાલિક હોસ્પિટલ પર આવી પહોંચ્યો હતો. આ ઘટનામાં એ કહેવત ચરિતાર્થ થઇ છે કે “જાકો રાખે સાંઈયા માર શકે ના કોઈ”હાલમાં મહિલા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ પગલુ ક્યા કારણોસર ભર્યુ તે જાણી શકાયું નથી.
સાંજે 4 વાગ્યાના સુમારે દમણ ગંગા નદી પરથી પસાર થઇ રહ્યો હતો એ સમયે એક મહિલાને નદીમાં ડૂબતી જોઈ કોઇ પણ વિચાર કર્યા વિના બ્રિજ પરથી નીચે રિવરફ્રન્ટ પર આવી હું નદીમાં કૂદી મહિલાને બચાવી કિનારે લાવ્યો હતો ત્યારબાદ પોલીસને પણ જાણ કરી હતી.> પૂરણ શુક્લ, હાલ નરોલી મૂળ રહેવાસી માધ્ય પ્રદેશ

Share with:


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

અમદાવાદના બાપુનગર ખાતે ૫૧ બાળ કુંવારીકા કન્યાઓના પૂજન અર્ચનાનો કાર્યક્રમ યોજાયો

Wed Oct 13 , 2021
Share with: ગ્લોબલ હેલ્થ ફાઉન્ડેશન દ્વારા નવરાત્રી દરમિયાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું (વંદના નીલકંઠ વાસુકિયા) વિરમગામ : ગ્લોબલ હેલ્થ ફાઉન્ડેશન દ્વારા અમદાવાદના બાપુનગર વિસ્તારમાં નવરાત્રી પર્વની દુર્ગાષ્ટમીએ ૫૧ શક્તિપીઠોમાં વાસ કરતા શક્તિરુપેણ સંસ્થિતા જેવી જ સાક્ષાત “૫૧ બાળ કુંવારીકા કન્યાઓ”ના પૂજન અર્ચનાનો કાર્યક્રમ યોજાયો હતો. બાપુનગરના અંબાજી માતાના આધ્યસ્થાનના પ્રાંગણમાં […]
અમદાવાદના બાપુનગર ખાતે ૫૧ બાળ કુંવારીકા કન્યાઓના પૂજન અર્ચનાનો કાર્યક્રમ યોજાયો

Breaking News