અમદાવાદના બાપુનગર ખાતે ૫૧ બાળ કુંવારીકા કન્યાઓના પૂજન અર્ચનાનો કાર્યક્રમ યોજાયો

Share with:


ગ્લોબલ હેલ્થ ફાઉન્ડેશન દ્વારા નવરાત્રી દરમિયાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું

(વંદના નીલકંઠ વાસુકિયા) વિરમગામ :

ગ્લોબલ હેલ્થ ફાઉન્ડેશન દ્વારા અમદાવાદના બાપુનગર વિસ્તારમાં નવરાત્રી પર્વની દુર્ગાષ્ટમીએ ૫૧ શક્તિપીઠોમાં વાસ કરતા શક્તિરુપેણ સંસ્થિતા જેવી જ સાક્ષાત “૫૧ બાળ કુંવારીકા કન્યાઓ”ના પૂજન અર્ચનાનો કાર્યક્રમ યોજાયો હતો. બાપુનગરના અંબાજી માતાના આધ્યસ્થાનના પ્રાંગણમાં એક અદ્ભુત પવિત્ર ધાર્મિક કાર્યક્રમથી વાતાવરણમાં દિવ્યતાનો સંચાર થયો હતો. કન્યાપૂજન ના કાર્યક્રમમાં પૂર્વ ધારાસભ્ય અને ડેપ્યુટી ડાયરેકટર ઓફ પ્રોસીક્યુશન જગરૂપસિંહ, ગુજરાત પ્રદેશ ભાજપા ના મહિલા મોર્ચા ઉપાધ્યક્ષા ડૉ. શ્રૃદ્ધાબેન રાજપૂત, ગ્લોબલ હેલ્થ ફાઉન્ડેશનના ચેરમેન ડો. વિકાસ શુકલા, અન્ય આગેવાનો ડોક્ટરો દ્વારા શક્તિસ્વરૂપા એવી દીકરીઓનું ભારતીય સંસ્કૃતિને અનુરૂપ કન્યા પૂજન કરવામાં આવ્યુ હતું તેમ ડૉ. શ્રૃદ્ધાબેન રાજપૂતે જણાવ્યું હતું.

Share with:


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Breaking News