વેરાવળ – તાલાલા સ્ટેટ હાઈવેની કામગીરી ચાર વર્ષથી ટલ્લે ચડતા ભાજપનાં કિસાન અગ્રણીની સરકારને ગુહાર

Share with:


અરુણ જેબર, ગીર સોમનાથ

વેરાવળ – તાલાલા સ્ટેટ હાઈવેની કામગીરી ચાર વર્ષથી ટલ્લે ચડતા ભાજપનાં કિસાન અગ્રણીની સરકારને ગુહાર

વેરાવળ – તાલાલા સ્ટેટ હાઈવેની કામગીરી સરકારના નિતી નિયમોને બદલે બાંધકામ વિભાગના બાબુઓ પોતાની મરજી પ્રમાણે કરતા હોવાના ચોંકાવનારા આક્ષેપો સાથે ચાર વર્ષથી ટલ્લે પડેલ કામગીરીને તુરંત શરૂ કરાવવા અંગે તાલાલા તાલુકા ભારતીય જનતા પાર્ટીના કિસાન અગ્રણીએ પત્ર લખી માંગણી કરતા ભારે ચકચાર ફેલાયો છે.

રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને જાહેર બાંધકામ મંત્રીને પાઠવેલ ફરિયાદમાં ગીરના ભાજ૫ કિસાન અગ્રણી જીવાભાઈએ જણાવેલી વિગત પ્રમાણે વેરાવળ – તાલાલા સ્ટેટ હાઈ વે 25 કિ.મી. માર્ગ 10 મીટર પહોળો નવનિર્મિત બનાવવા કરોડોના ખર્ચે કોન્ટ્રાકટ ચાર વર્ષ પૂર્વે અપાયો હતો. પરંતુ કોન્ટ્રાકટરે 25 કિ.મી. લાંબા માર્ગની કામગીરી ગોકળગતિએ કરતો હોવાથી આજે ચાર વર્ષે પણ કામગીરી પૂર્ણ થઈ નથી. આ રોડમાં વચ્ચે આવતા ઘુંસીયા ગીરથી તાલાલા ગીર સુધીના રસ્તાની કામગીરી હજુ શરૂ કરેલ ન હોવાથી પરીણામે સાવ બિસ્માર બની ગયો છે.

વધુમાં જણાવ્યું કે, તાલાલા ગીરથી- વેરાવળ જતા સ્ટેટ હાઈવેનો માર્ગ ગીર સોમનાથ જીલ્લાના મથકે જવાનો મુખ્ય માર્ગ છે. આ ઉપરાંત સાસણ, સોમનાથ-દિવ અને તુલશીશ્યામ દર વર્ષે આવતા લાખો પ્રવાસીઓ પણ આ માર્ગ ઉપરથી જ પસાર થાય છે. આ ઉપરાંત જિલ્લાની મુખ્ય કચેરીઓ પણ આ માર્ગ પર જ આવેલી હોવાથી કાયમી મોટી સંખ્યામાં લોકોની અવર જવર રહે છે. વેરાવળ – તાલાલા સ્ટેટ હાઈ-વે માર્ગની કામગીરી સરકારના એસ્ટીમેન્ટપ્રમાણે સમયસર પૂર્ણ કરવી ખુબ જ જરૂરી હોવા છતાં પણ બાંધકામ વિભાગના બાબૂઓ આ માર્ગની કામગીરી સરકારના નિતી નિયમો પ્રમાણે સમય મર્યાદામાં પૂર્ણ કરાવી શક્ય નથી અને કોન્ટ્રેકટર સામે પણ કોઈ કાર્યવાહી કરતા નથી.

પરીણામે સરકારની કરોડોની ગ્રાન્ટથી થનારા લાભથી પ્રજા ચાર વર્ષથી વંચીત છે. આ અંગે ત્વરીત તપાસ કરી વેરાવળ – તાલાલા સ્ટેટ હાઈવેનું ચાર વર્ષથી ટલ્લે ચડેલ કામગીરી ત્વરીત શરૂ કરાવવા માંગણી છે. આ સ્ટેટ હાઇવેનું કામ યુધ્ધના ધોરણે શરૂ થયા બાદ ફરી ટલ્લે ન ચડે અને વહેલીતકે પુર્ણ થાય તેવી કામગીરી કરાવવા આદેશ કરી મોનીટરીંગ રાખવા માંગણી હોવાનું અંતમાં જણાવ્યું છે.

Share with:


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

પાણીબાર ખાતે કોવીડ વેકસીનેશન સેશન માં ૧૨૪થી વધુ લોકો વેક્સિન નો લાભ લીધો

Mon Jun 28 , 2021
Share with: આજે પાવીજેતપુર ના પાણીબાર ખાતે કોવીડ વેકસીનેશન સેશન માં ૧૨૪થી વધુ લોકોએ લાભ લીધો હતો, અગાઉ વેકસિનેશન‌ સેશન દરમિયાન માત્ર ૧૬ જેટલા જ લોકો એ વેક્સિન મુકાવી હતી જે ખુબ ઓછી સંખ્યા હોવાનું પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સાઢલીના સુપરવાઈઝર રસીકભાઇ રાઠવા એ જણાવ્યું હતું, તેમણે વધુમાં જણાવ્યું હતું કે […]
પાણીબાર ખાતે કોવીડ વેકસીનેશન સેશન માં ૧૨૪થી વધુ લોકો વેક્સિન નો લાભ લીધો

You May Like

Breaking News