પાણીબાર ખાતે કોવીડ વેકસીનેશન સેશન માં ૧૨૪થી વધુ લોકો વેક્સિન નો લાભ લીધો

Share with:


પાણીબાર ખાતે કોવીડ વેકસીનેશન સેશન માં ૧૨૪થી વધુ લોકો વેક્સિન નો લાભ લીધો
અહેવાલ-વલસિંગભાઈ રાઠવા, છોટા ઉદેપુર

આજે પાવીજેતપુર ના પાણીબાર ખાતે કોવીડ વેકસીનેશન સેશન માં ૧૨૪થી વધુ લોકોએ લાભ લીધો હતો, અગાઉ વેકસિનેશન‌ સેશન દરમિયાન માત્ર ૧૬ જેટલા જ લોકો એ વેક્સિન મુકાવી હતી જે ખુબ ઓછી સંખ્યા હોવાનું પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સાઢલીના સુપરવાઈઝર રસીકભાઇ રાઠવા એ જણાવ્યું હતું, તેમણે વધુમાં જણાવ્યું હતું કે આજના સેશન માં ગામ ના શિક્ષીત અને જાગૃત યુવાનો ના ગ્રુપ દ્વારા ગામ માં વેકસિનેશન બાબતે સારી એવી જાગૃતતા લાવવા માં આવી હતી જેના લીધે આજરોજ ગામ માં ૧૨૪ થી વધુ લોકોએ રસીકરણ નો લાભ લીધો જે સારી બાબત કહી શકાય.
હજુ પણ ગામડાઓમાં કોરોના વેક્સિન બાબતે ઘર કરી ગયેલી ગેર સમજ પ્રવર્તે છે જેના કારણે લોકો રસી મુકાવવા બાબતે લાપરવાહી દાખવી રહ્યા છે પરંતુ પાણીબાર ગ્રામ ઉત્કર્ષ મંડળ પાણીબાર અને આરોગ્ય વિભાગ ના કર્મચારીઓ મહિલા આરોગ્ય સુપરવાઈઝર કૈલાસબેન રાઠવા, આરોગ્ય સ્થાનિક આરોગ્ય કાર્યકર ભુરસિગભાઈ રાઠવા સહિત આશા બહેનો, આંગણવાડી કાર્યકર બહેનો ના સહકાર થકી આજનો વેકિસનેશન કાર્યક્રમ સફળ બનાવવા માં આવ્યો હતો.
જિલ્લા ટીબી એચ આઇ વી કો-ઓર્ડીનેટર વાલસિંહભાઈ રાઠવા એ પણ તેમની ફેરણી દરમિયાન પોતાના ગામ પાણીબાર ખાતે કોવીડ વેકસીનનો પ્રથમ ડોઝ લીધો હતો અને ગામ લોકો ને વધુ માં વધુ લોકો વેક્સિન લે તે માટે આહવાન કર્યું હતું.

Share with:


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

લીમખેડામાં નબળી ગુણવત્તાના ઘી વેચતા દુકાનદાર-સપ્લાયર-ઉત્પાદક સામે કડક કાર્યવાહી

Wed Jun 30 , 2021
Share with: જાબિર સુકલા, દેવગઢ બારીયા નબળી ગુણવત્તાના ઘીના ઉત્પાદકને ૧.૩૦ લાખનો દંડ, દુકાનદાર તેમજ સપ્લાયરને રૂ. ૧૦-૧૦ હજારનો દંડ દાહોદ, તા. ૩૦ : લીમખેડામાં નબળી ગુણવત્તાનું ઘી વેચાણ કરતા દુકાનદાર, સપ્લાયર તેમજ ઉત્પાદકને દંડ ફટકારવામાં આવ્યો છે. જેમાં દુકાનદાર તેમજ સપ્લાયરને રૂ. ૧૦-૧૦ હજાર તેમજ ઉત્પાદકને ૧.૩૦ લાખનો દંડ […]
લીમખેડામાં નબળી ગુણવત્તાના ઘી વેચતા દુકાનદાર-સપ્લાયર-ઉત્પાદક સામે કડક કાર્યવાહી

You May Like

Breaking News