લીમખેડામાં નબળી ગુણવત્તાના ઘી વેચતા દુકાનદાર-સપ્લાયર-ઉત્પાદક સામે કડક કાર્યવાહી

Share with:


જાબિર સુકલા, દેવગઢ બારીયા

નબળી ગુણવત્તાના ઘીના ઉત્પાદકને ૧.૩૦ લાખનો દંડ, દુકાનદાર તેમજ સપ્લાયરને રૂ. ૧૦-૧૦ હજારનો દંડ

દાહોદ, તા. ૩૦ : લીમખેડામાં નબળી ગુણવત્તાનું ઘી વેચાણ કરતા દુકાનદાર, સપ્લાયર તેમજ ઉત્પાદકને દંડ ફટકારવામાં આવ્યો છે. જેમાં દુકાનદાર તેમજ સપ્લાયરને રૂ. ૧૦-૧૦ હજાર તેમજ ઉત્પાદકને ૧.૩૦ લાખનો દંડ કરવામાં આવ્યો છે.
આ કેસની વિગત એવી છે કે, દાહોદના લીમખેડા તાલુકામાં આવેલી રામદેવ કિરાણા સ્ટોર પરથી દાહોદના ખોરાક અને ઔષધ નિયમન તંત્રના ફુડ સેફટી ઓફીસર શ્રી એન.આર. રાઠવાએ ‘સોરઠ ગાયનું ઘી’ – ૨૦૦ મીલી પેક બોટલનો નમુનો પૃથ્થકરણ કરવા ફુડ એનાલીસ્ટ વડોદરાને મોકલવામાં આવ્યો હતો. આ નમૂનો નબળી ગુણવત્તા તેમજ અખાદ્ય જણાઇ આવ્યો હોય નિવાસી અધિક કલેક્ટરશ્રીની કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવ્યો હતો. આવા અખાદ્ય પદાર્થના સંગ્રહ અને વેચાણ બદલ લીમખેડાની રામદેવ કિરાણાના માલિકને રૂ. ૧૦ હજાર, સપ્લાયર પેઢી જૈન ટ્રેડર્સને રૂ. ૧૦ હજાર, તેમજ સોરઠ ગાયનું ઘીના ઉત્પાદક પેઢીને રૂ. ૫૫ હજાર અને ઉત્પાદક પેઢીના નોમીનીને રૂ. ૫૫ હજાર એમ કુલ રૂ. ૧.૩૦ લાખનો દંડ નિવાસી અધિક કલેક્ટર શ્રી મહેશ દવેએ ફટકાર્યો છે

Share with:


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

સૂત્રાપાડા તાલુકાના સિંગસર ગામે મુસ્લીમ એકતા મંચ નું મહાસમેલન યોજવામાં આવ્યું

Wed Sep 1 , 2021
Share with: ગીર સોમનાથ જિલ્લાના સૂત્રાપાડા તાલુકાના સિંગસર ગામ ખાતે મુસ્લિમ એકતા મંચ ની મીટીંગ યોજાઈ હતી.જેમાં ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈમ્તિયાઝ ભાઈ પઠાણ તથા ગુજરાત પ્રદેશ સંગઠન સચિવ મુજીબ બાપુ કાદરી તથા અમીન ભાઈ મેર અફઝલ ભાઈ કચ્છી તથા ઊના થી ડો. શાહનવાજ સાહેબ સિદ્દીકી તથા એડવોકેટ ઈમરાનભાઈ ચોરવાડા મુખ્તાર […]
સૂત્રાપાડા તાલુકાના સિંગસર ગામે મુસ્લીમ એકતા મંચ નું મહાસમેલન યોજવામાં આવ્યું

Breaking News