ધામળેજ મુકામે શ્રીનાથજી હોસ્પિટલ અને I. C. U. સુત્રાપાડા અને નવોદય ક્લિનિક ધામળેજ દ્વારા મફત નિદાન અને સારવાર કેમ્પનું આયોજન કરાયું

Share with:


ચેતન અપારનાથી, ગીર સોમનાથ

12/10/ 2021 ને મંગળવારના રોજ ધામળેજ મુકામે શ્રીનાથજી હોસ્પિટલ અને I. C. U. સુત્રાપાડા અને નવોદય ક્લિનિક ધામળેજ દ્વારા મફત નિદાન અને સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવેલ. તેમાં ડોક્ટર અનિલ નાથ રાવલ, ડોક્ટર પીયુષ ભાઈ સોલંકી, ડોક્ટર યશનાથ દ્વારા 150 થી વધુ દર્દીઓની તપાસ કરી મફત દવાઓનું વેચાણ કરવામાં આવેલ. કોરોનાની મહામારીમાં ગામડાના લોકોને સ્વાસ્થ્યને લગતી સગવડ મળી રહે તે માટે આ કેમ્પનું આયોજન કરવામાં આવેલ. જે ખરેખર સરાહનીય બાબત ગણી શકાય. આજના યુગમાં લોકો સ્વાર્થમાં એટલા રચ્યાં પચ્યાં રહે છે કે કોઈને પરમાર્થનો ખ્યાલ જ આવતો નથી. બસ હું સુખી છું ને? આટલામાં જ પોતાના જીવનની ઈતિશ્રી સમજીને ચાલે છે ત્યારે પરમાર્થે કાર્યરત આ ત્રિપુટી અભિનંદનની હક્કદાર ગણી શકાય.
ધનવીર બનવું સામાન્ય છે, જ્યારે દાનવીર બનવું અસામાન્ય છે. આ કહેવતને અનુસરી પોતાના જીવનમાં ઉતારીને લોકોપયોગી થવાની ભાવના સાથે નિશુલ્ક સારવાર કેમ્પ અને મફત દવાનું વિતરણ કરવાનું અસામાન્ય કાર્ય કરેલ છે. ઈશ્વરે આપેલ આવડત જરૂરિયાત મંદ લોકોની જરૂરિયાત સંતોષનાર આવા વીરલાઓને કોટિ કોટિ ધન્યવાદ આપવા જોઈએ.
“પૃથ્વી ઉછંગે ઉછરેલ માનવી
હું માનવી થાઉં તો ઘણું.”
આ પંક્તિ જેણે જીવનમાં ઉતારી લીધી હોય ને એવા વીરલા સાચી માનવતાને ઝીલનારા બને. તેઓ દેહધારી માનવના રૂપમાં દેવતુલ્ય હોય છે. ઉદારતા, સત્યનિષ્ઠા, કર્તવ્ય, સેવાભાવના થકી પોતાના જીવનને દીપાવી જાય છે. ઈશ્વરે આપેલી વિશિષ્ટ શક્તિ દીન દુ:ખિયાના દુઃખના નિવારણ કાજે વાપરનારા જ નવી કેડી કંડારી જાય છે. ડોક્ટર એ સમાજનો સૌથી મોટો સેવક છે અને આ સેવક ‘જનસેવા એ જ પ્રભુસેવા’ના સુત્રને સાર્થક કરતા હોય એ ખૂબ મોટી ઉપલબ્ધિ ગણાય. પ્રભુ કૃપાથી જીવનમાં મળેલ સુખ અને શાંતિને આશિષ સમજી રોજગારી સાથે પોતાના ધનનો સદુપયોગ કરતા હોય ત્યારે આવા મહા માનવની સામે આપણું મસ્તક નમી જાય છે.
વાસ્તવમાં આપણે ઈશ્વરને સાકાર સ્વરૂપે જોયો નથી. કદાચ આવા મહામાનવને ઈશ્વર સાથે સરખાવીએ તો ખોટું પણ નથી, કારણકે રામ, કૃષ્ણ માનવ દેહે જ દેવત્વને પામ્યા હતાં ને ? પરમાર્થ કાર્યે જીવન વ્યતિત કરનારા આવા ઉત્તમ માનવ પાસેથી આપણે સંદેશ ગ્રહણ કરીએ અને આપણી આવડત, શક્તિ કે ધન સમાજ સેવાના કાર્યમાં વાપરીએ તો કેવું?

Share with:


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

ધામળેજ મુકામે શ્રીનાથજી હોસ્પિટલ અને I. C. U. સુત્રાપાડા અને નવોદય ક્લિનિક ધામળેજ દ્વારા મફત નિદાન અને સારવાર કેમ્પનું આયોજન કરાયું

Tue Oct 12 , 2021
Share with: ચેતન અપારનાથી, ગીર સોમનાથ 12/10/ 2021 ને મંગળવારના રોજ ધામળેજ મુકામે શ્રીનાથજી હોસ્પિટલ અને I. C. U. સુત્રાપાડા અને નવોદય ક્લિનિક ધામળેજ દ્વારા મફત નિદાન અને સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવેલ. તેમાં ડોક્ટર અનિલ નાથ રાવલ, ડોક્ટર પીયુષ ભાઈ સોલંકી, ડોક્ટર યશનાથ દ્વારા 150 થી વધુ દર્દીઓની તપાસ […]
ધામળેજ મુકામે શ્રીનાથજી હોસ્પિટલ અને I. C. U. સુત્રાપાડા અને નવોદય ક્લિનિક ધામળેજ દ્વારા મફત નિદાન અને સારવાર કેમ્પનું આયોજન કરાયું

Breaking News